વાર્તા : ૧૭૦

0:000:00

મહારાજની મૂર્તિમાંથી તેજની શેડ્યો છૂટે છે. એ ઠેકાણે સુખના ભોક્તા જે મુક્ત તેનું જાણપણું હોય છે તે સંપૂર્ણ સુખભોક્તા થયો. એ સુખ મૂર્તિમાંથી છૂટે છે, ને ક્યાં જાય છે તેનું તેને કાંઈ નહિ. એને તો નવીન નવીન સુખ છૂટે ત્યાં જ એકાગ્રપણું રહે છે અને સુખ તથા તેજ મૂર્તિમાંથી છૂટ્યા જ કરે છે. ક્યારેય બંધ રહેતું નથી. જેમ વાયુ હંમેશાં વાયા જ કરે છે તેમ અખંડ તેજ તથા સુખ છૂટ્યા જ કરે છે. ॥ ૧૭૦ ॥