વાર્તા : ૧૨૫
0:000:00
મહારાજે મંદિરોમાં મૂર્તિઓ પધરાવી છે તે મહારાજ પોતે જ છે, તે કેવી રીતે? તો પ્રથમ મહારાજે એવો સંકલ્પ કર્યો જે, જ્ઞાની અજ્ઞાની અમને મનુષ્ય જેવા દેખો ત્યારે પોતે મનુષ્ય જેવા દેખાણા. પછી એ સ્વરૂપ અદૃશ્ય કર્યું ત્યારે બીજો સંકલ્પ કર્યો જે હવે મને પ્રતિમારૂપે દેખો. માટે પ્રતિમા એ તો મહારાજ પોતે જ કહેવાય. મંદિરોમાં બીજા અવતારોની મૂર્તિઓ પધરાવી છે એમ દેખાય છે તે તો પોતાના સંકલ્પની મૂર્તિઓ છે. માટે એ સર્વે મહારાજનાં સ્વરૂપ જાણવાં, પણ ધ્યાન તો મહારાજની મૂર્તિનું જ કરવું. ॥ ૧૨૫ ॥