વાર્તા : ૧૦૯

0:000:00

મહારાજ ને મુક્ત બે છે એમ કોણ સમજે? તો એવો થયો હોય તે સમજે. અને વાતના કરનારા કોણ? તો મહારાજ પોતે મુક્ત તો મૂર્તિના સુખમાં લુબ્ધ રહે, એટલે મુમુક્ષુને આ સ્થિતિના ભેદ મહારાજ સમજાવે છે. જેને આવી સમજણ હોય તે સંત. કાંઈ ભગવે લૂગડે સંત ન કહેવાય. મહારાજે કહ્યું છે જે સંત આમ સમજતા હોય તેનાથી ભગવાન અણુમાત્ર છેટે નથી ને તેનું દર્શન ભગવાનનાં દર્શન જેવું થયું. વળી એમ પણ કહ્યું છે કે ખરો સાધુ તો હું છું તે કેમ? તો મુક્ત મૂર્તિમાં રહ્યા તે તો સુખમાં જ લુબ્ધ રહે ને દેખાવ મહારાજનો, તેથી ખરા સંત તો મહારાજ જ થયા. ॥ ૧૦૯ ॥