વાર્તા : ૧૩૭

0:000:00

હુંડીવાળા કોઈ કહે કે તમે પૈસા ભરો અને જ્યારે તમે દેહ મૂકશો ત્યારે મળશે, તો એમ કહેનાર જૂઠો થયો; જો સાચો હોય તો એમ ન કહે. તેમ મૂર્તિમાં રહેતા હોય તે તો મહારાજ તુરત બતાવી દે એમ જાણવું. જેમ રૂપિયા ટપાલમાં ભર્યા એટલે જ્યાં જાઓ ત્યાં મળે છે તેમ મહારાજ તો સર્વત્ર છે. માટે ક્યાંય જવું-આવવું નથી. મહારાજ કહે છે કે તમે પણ ત્યાં જ બેઠા છો અને અમે પણ ત્યાં જ છીએ; પણ જ્ઞાને કરીને દેખાય. ઉલૂક પક્ષી સૂર્યને દેખી શકતા નથી તેથી સૂર્ય છે જ નહિ એમ કહે છે, પણ જો એ આંખ ઉઘાડે તો તુરત જ દેખાય છે. તેવી રીતે શ્રી પુરુષોત્તમનારાયણ તો છે, છે ને છે જ. એ સર્વોપરી વર્તે છે તેથી જાણપણાવાળાને તો બીજું કાંઈ દેખાતું જ નથી; એને તો એક મહારાજ જ દેખાય છે. ॥ ૧૩૭ ॥