શ્લોક : ૧૨૮

मदाश्रितानां सर्वेषां धर्मरक्षणहेतवे ।

गुरु़त्वे स्थापिताभ्यां च ताभ्यां दीक्ष्या मुमुक्षव: ॥ ૧૨૮ ॥

અને અમારે આશ્રિત જે સર્વે સત્સંગી, તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે, એ સર્વેના ગુરુપણાને વિષે અમે સ્થાપન કર્યા, એવા જે તે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુજનને દીક્ષા આપવી. ॥ ૧૨૮ ॥

ભાવાર્થ

શ્રીહરિ કહે છે : મારા સર્વ આશ્રિતોના, ભક્તિ સહિત ધર્મના રક્ષણને માટે આચાર્યપણામાં મેં મારા બે ભાઈઓના પુત્રો, જે શ્રી અયોધ્યાપ્રસાદજી અને શ્રી રઘુવીરજી તેમને સ્થાપ્યા છે; તેમણે પોતાના શરણે આવેલા, સંસારના બંધનથી મુક્ત થવાની ઇચ્છાવાળા જે ચારેય વર્ણના પુરુષો, તેમને પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણના મંત્રની દીક્ષા આપીને તેમના પર અનુગ્રહ કરવો.