શ્લોક : ૧૭૭
देवताप्रतिमां हित्वा लेख्या काष्ठादिजाऽपि वा ।
न योषित्प्रतिमा स्पृश्या न वीक्ष्या बुद्धिपूर्वकम् ॥ ૧૭૭ ॥
અને દેવતાની પ્રતિમા વિના, બીજી જે સ્ત્રીની પ્રતિમાચિત્રની અથવા કાષ્ઠાદિકની હોય, તેનો સ્પર્શ ન કરવો; અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહિ. ॥ ૧૭૭ ॥
ભાવાર્થ
વળી તે બ્રહ્મચારી તેમણે 'દેવતાની' એટલે રાધિકાજી તથા લક્ષ્મીજી આદિ દેવીઓની; 'પ્રતિમા' જે મૂર્તિ, તે વિના બીજી સ્ત્રીઓની પ્રતિમા તે ભલે ચિતરેલી હોય; અથવા કાષ્ઠ, ધાતુ, પાષાણ, વસ્ત્ર કે મૃત્તિકામાંથી બનાવેલી હોય, તો પણ તે સ્ત્રીની પ્રતિમાને બુદ્ધિપૂર્વક સ્પર્શ ન કરવો; તેમ જ તેને જોવી પણ નહિ.