શ્લોક : ૧૭૧

निजसम्बन्धिभिरु़पि तारु़ण्ये तरु़णैर्नरे: ।

साकं रहसि न स्थेयं ताभिरापदमन्तरा ॥ ૧૭૧ ॥

અને યુવા અવસ્થાને વિષે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે, યુવા અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ, તેમની સંગાથે પણ, એકાંત સ્થળને વિષે આપત્કાળ પડ્યા વિના ન રહેવું. ॥ ૧૭૧ ॥

ભાવાર્થ

વળી તે વિધવાઓએ પોતાને યુવાન અવસ્થા હોય ત્યારે યુવાન અવસ્થાવાળા પોતાના સંબંધીજનો જે પોતાનો પિતા, ભાઈઓ વગેરેની સાથે પણ, એકાંતમાં આપત્તિ વિના ન રહેવું. કેમ જે તરુણ અવસ્થામાં કામને વેગ મળતાં તે સમગ્ર જગતને તત્કાળ જીતી લેવા સમર્થ થાય છે. પછીથી તે અનેક સાધનોથી પણ રોકી શકાતો નથી. જે ઘરમાં મેડા ઉપર પુરુષ એકલો જ સૂતો હોય તે ઘરમાં, તેથી ઉપલા માળમાં કે નીચેના માળમાં પણ રાત્રિએ વિધવાએ એકલા સૂવું નહિ. અને તે વિધવાએ છાતી, ઉદર અને સાથળ તે પુરુષની દૃષ્ટિ પડે નહિ તેવી રીતે તે -તે અવયવોને વસ્ત્રથી ઢાંકીને વર્તવું; તથા હસ્ત-પાદાદિકની ચપળતા ન કરવી, તેમ જ પોતાના પાદાદિ અવયવોને ઘસવા નહિ.