શ્લોક : ૫૬
शैली वा धातुजा मूर्ति: शालग्रामोऽर्च्य एव तै: ।
द्रव्यैर्यथाप्तै: कृष्णस्य जप्योऽथाष्टाक्षरो मनु: ॥ ૫૬ ॥
અને તે જે આત્મનિવેદી ભક્ત તેમણે, પાષાણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણભગવાનની પ્રતિમા અથવા શાલગ્રામ તેની જે પૂજા, તે દેશકાળને અનુસરીને પોતાના સાર્મથ્ય પ્રમાણે પ્રાપ્ત થયાં જે ચંદન, પુષ્પ, ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી અને પછી શ્રીકૃષ્ણભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. ॥ ૫૬ ॥
ભાવાર્થ
અને શ્રીજીમહારાજના એવા જે એકાંતિક ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રીજીમહારાજની પ્રતિમા અથવા શાલગ્રામ તેની જે પૂજા, તે દેશકાળને અનુસરીને પોતાના સાર્મથ્ય પ્રમાણે પ્રાપ્ત થયાં જે ચંદન, પુષ્પ, ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી અને પછી શ્રીજીમહારાજનો ષડક્ષર મહામંત્ર જે 'સ્વામિનારાયણ' નામમંત્ર તેનો જપ કરવો.
(અહીં ધાતુની પ્રતિમાપૂજાની વિધિ, મહામંત્રનો અર્થે, મહિમા, જાપનું ફળ ઇત્યાદિ 'શિક્ષાપત્રી રહસ્યસાર ખંડ-૧' માંથી જાણવા.)