શ્લોક : ૧૩૨

संस्थाप्य विप्रं विद्वासं पाठशालां विद्याप्य च ।

प्रवर्तनीया सद्विद्या भुवि यत्सुकृतं महत् ॥ ૧૩૨ ॥

અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી, તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિષે સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી; કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. ॥ ૧૩૨ ॥

ભાવાર્થ

શ્રીહરિ નિયુક્ત ધર્મવંશી આચાર્યોએ વિદ્યાર્થીઓને નિવાસોચિત મઠઅભ્યાસ કરવા યોગ્ય જે અભ્યાસગૃહ કરાવીને તેમાં સચ્છાસ્ત્ર જાણનાર વિદ્વાન બ્રાહ્મણને ઉચિત આજીવિકા બાંધી આપીને, પૃથ્વી પર સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી કેમ કે આંધળાને જેમ ચક્ષુનું દાન આપવાથી પુણ્ય થાય, તેમ વિદ્યાદાનથી પુણ્ય થાય છે.