શ્લોક : ૧૯૭
वणिर्भि: साधुभिश्चैतैर्वर्जनीयं प्रयत्नत: ।
ताम्बूलस्याहिफेनस्य तमालादेश्च भक्षणम् ॥ ૧૯૭ ॥
અને નૈષ્ઠિક બ્રહ્મચારી ને એ સાધુ તેમણે, તાંબૂલ તથા અફીણ તથા તમાકુ-ઇત્યાદિકનું જે ભક્ષણ, તે જતને કરીને વર્જવું. ॥ ૧૯૭ ॥
ભાવાર્થ
શ્રી સહજાનંદ સ્વામીના આશ્રિત બ્રહ્મચારી તથા સાધુ તેમણે 'તાંબૂલ' જે નાગરવેલના પાનનું બીડું, સોપારી, એલાયચી, જાયફળ, જાવંત્રી, લવિંગ આદિ તથા ભાંગ, ગાંજો, અફીણ, તમાકુ, માજમ તથા જેણે કરીને કેફ ચડે, એવી સર્વે માદક વસ્તુઓનો દૂરથી ત્યાગ કરવો. અર્થાત્ જે રાજસી - તામસી અન્ન ખાવાથી, દેહની ધાતુ ઉત્તેજીત થાય, એવું અન્નાદિક ભગવાનની પ્રસાદીનું હોય તો પણ બ્રહ્મચારી તથા સાધુ તેમણે ખાવું નહિ. અને આવી કોઈ વસ્તુ અજાણ્યમાં ગ્રહણ થઈ જાય તો, ત્યાગાશ્રમીએ એક દિવસ ઉપવાસ કરવો.