શ્લોક : ૧૪૪
कार्ये वैवाहिके स्वस्यान्यस्य वार्प्यधनस्य तु ।
भाषाबन्धो न कर्तव्य: ससाक्ष्यं लेखमन्तरा ॥ ૧૪૪ ॥
અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિષે આપવા યોગ્ય જે ધન, તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી. ॥ ૧૪૪ ॥
ભાવાર્થ
વળી પોતાનું અને બીજાનું વિવાહસંબંધી જે કાર્ય, તેમાં આપવાનું જે ધન વગેરે - સંબંધમાં; સાક્ષીએ સહિત લખત કર્યા વિના, શ્રીહરિના આશ્રિતોએ વ્યવહાર ન કરવો; નહિતર પરસ્પર મોટો ક્લેશ થવાનો સંભવ રહે છે.