શ્લોક : ૧૮૧
स्वातिनैकट्यमायान्ती प्रसभं वनिता तु या ।
निवारणीया साभाष्य तिरस्कृत्यापि वा द्रु़तम् ॥ ૧૮૧ ॥
અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી, તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી; પણ સમીપે આવવા દેવી નહિ. ॥ ૧૮૧ ॥
ભાવાર્થ
શ્રીહરિના આશ્રિત નૈષ્ઠિક બ્રહ્મચારીએ, પોતાને વિષે પ્રીતિ હોય, અથવા ન હોય, તેવી પણ સ્ત્રી જો બળાત્કારથી પોતાની અતિશય સમીપમાં આવે તો, તેને 'દૂર જા' એવી રીતે બોલીને અથવા કઠોર ભાષણથી તેનો તિરસ્કાર કરીને પણ તેને તુરત દૂર કાઢવી; પરંતુ તેનો સ્પર્શ કરવો નહિ. સ્પર્શ કરવાથી આઠમા બ્રહ્મચર્યનો નાશ થવાનો સંભવ રહે છે. અને આપત્કાળમાં સ્ત્રી સાથે, ઉપર કહેલા સંજોગોમાં સંભાષણાદિ કરવું પડ્યું હોય તો, આપત્કાળ દૂર થયા પછી સર્વત્ર યોગ્ય જણાય તેમ, પ્રાયશ્ચિત્ત કરીને પોતાના મુખ્ય ધર્મમાં દૃઢપણે રહેવું.