શ્લોક : ૨૦૫

इमामेव ततो नित्यमनुसृत्य ममाश्रितै: ।

यतात्मभिर्वर्तितव्यं न तु स्वैरं कदाचन ॥ ૨૦૫ ॥

એ હેતુ માટે, અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે, સાવધાનપણે કરીને, નિત્યપ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. ॥ ૨૦૫ ॥

ભાવાર્થ

આ શિક્ષાપત્રી સર્વે સચ્છાસ્ત્રના સારરૂપ હોવાથી, તેમ જ ઐહિક તથા પારલૌકિક મનેપ્સિત ફળને આપનારી હોવાથી, શ્રીહરિના આશ્રિત એવા સર્વે મનુષ્યોએ 'આ શિક્ષાપત્રીને અનુસરીને જ' એટલે તેમાં આજ્ઞા કર્યા પ્રમાણે જ વર્તવું; પણ સ્વચ્છંદપણે ક્યારેય વર્તવું નહિ; અર્થાત્ મનસ્વીપણે ન વર્તવું.