શ્લોક : ૨૦૪
सच्छास्त्राणां समुद्धृत्य सर्वेषां सारमात्मना ।
पत्रीयं लिखिता नृणामभीष्टफलदायिनी ॥ ૨૦૪ ॥
અને સર્વે જે સચ્છાસ્ત્ર તેનો જે સાર, તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી, જે તે લખી છે; તે કેવી છે તો, સર્વે મનુષ્યમાત્રને મનવાંછિત ફળની દેનારી છે. ॥ ૨૦૪ ॥
ભાવાર્થ
હવે શ્રીહરિ પોતાના શિક્ષાપત્રીલેખનું 'મૂળ' જણાવે છે : "સર્વે સચ્છાસ્ત્રનો સાર મેં મારી બુદ્ધિવડે કાઢીને આ શિક્ષાપત્રી લખી છે, તે મનુષ્યો કહેતાં સ્ત્રી-પુરુષ, આબાલ-વૃદ્ધ સર્વને પોતે ઇચ્છેલા ફળને આપનારી છે." આમ શ્રીજીમહારાજે પોતે જ સર્વે સચ્છાસ્ત્રનું દોહન કરીને આ શિક્ષાપત્રી લખી છે, ને એવો શુભ સંકલ્પ પણ કર્યો છે કે, આ શિક્ષાપત્રી તેમના સર્વ અનુયાયીઓના મનોરથ પૂર્ણ કરો.