શ્લોક : ૧૬૩
विधवाभिस्तु योषाभि: सेव्य: पतिधिया हरि: ।
आज्ञायां पितृपुत्रादेर्वृत्यं स्वातन्त्र्यतो न तु ॥ ૧૬૩ ॥
હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ કહીએ છીએ: અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો, પતિબુદ્ધિએ કરીને શ્રીકૃષ્ણભગવાનને સેવવા. અને પોતાના પિતાપુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિષે વર્તવું, પણ સ્વતંત્રપણે ન વર્તવું. ॥ ૧૬૩ ॥
ભાવાર્થ
શ્રી હરિની આશ્રિત વિધવા સ્ત્રીઓ એટલે કે જેનો પતિ મરી ગયો હોય તેવી સ્ત્રીઓએ શ્રી હરિકૃષ્ણ મહાપ્રભુની પ્રતિમા; તેનું આરાધન પતિબુદ્ધિથી અર્થાત્, આ જ મારા પતિ છે એવી બુદ્ધિથી કરવું.
વળી તે વિધવાએ પિતાથી માંડીને, પુત્ર તથા ભાઈઓ વગેરેની આજ્ઞામાં વર્તવું; પરંતુ સ્વતંત્રપણે ન વર્તવું; નહિતર પતિ વિનાની વિધવાનો ધર્મભંગ થતાં, તે નિંદાને પાત્ર થાય છે.