શ્લોક ૧૧૧
एते राधादयो भक्तास्तस्य स्यु: पार्श्वत: क्वचित् ।
क्वचित्तदङ्गेऽतिस्नेहात्स तु ज्ञेयस्तदैकल:॥111॥
અને એ રાધાદિક ભક્ત તે જે તે, ક્યારેક તો તે શ્રીકૃષ્ણ ભગવાનને પડખે હોય છે; અને ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના અંગને વિષે રહે છે, ત્યારે તો તે શ્રીકૃષ્ણ ભગવાન એકલા જ હોય, એમ જાણવા. ॥111॥
And sometimes devotees like Radhaji etc. are next to Shri Krishna Bhagwan; and sometimes they are united within the form of Shri Krishna Bhagwan out of great affection, at that time Shri Krishna Bhagwan should be considered alone. || 111 ||