શ્લોક ૨૧૨

निजाश्रितानां सकलार्तिहन्ता सधर्मभक्तेरवनं विधाता

दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णोऽखिलमङ्गलं न: ॥212॥

અને પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડા, તેના નાશ કરનારા એવા; અને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા; ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે જે તે, અમારા સમગ્ર મંગળને વિસ્તારો. ॥212॥

And Shri Krishna Bhagwan who destroys all the pains of His devotees, protects the devotion alongwith proper code of conduct, and fulfills all the heartfelt desires of. His devotees spread My bliss all over. || 212 ||