શ્લોક ૨૮

भक्तिं वा ज्ञानमालम्ब्य स्त्रीद्रव्यरसलोलुभा: ।

पापे प्रवर्तमानाः स्यु: कार्यस्तेषां न संङ्गम:॥28॥

અને જે મનુષ્ય, ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપથકા પાપને વિષે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો. ॥28॥

And if a person commits the sins due to his strong desires for the women, wealth or taste and justify them on the basis of devotion and knowledge, then the company of such person should be avoided. || 28 ||