શ્લોક ૧૫૦
स्वाचार्यान्न ऋणं ग्राह्यं श्रीकृष्णस्य च मन्दिरात् ।
ताभ्यां स्वव्यवहारार्थं पात्रभूषांशुकादि च॥150॥
અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રીકૃષ્ણ ભગવાનનાં જે મંદિર તે થકી કરજ ન કાઢવું. અને વળી તે પોતાના આચાર્યથકી અને શ્રીકૃષ્ણના મંદિરથકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણાં અને વસ્ત્રાદિક જે વસ્તુ તે માગી લાવવાં નહિ. ॥150॥
And a Grihasth should never ask for a debt from his Acharya or from the temple of Shri Krishna Bhagwan. And moreover, he should not borrow the vessels, jewellery and clothes etc. objects to perform his worldly ceremonies from his Acharya and from the temple of Shri Krishna. || 150 ||