શ્લોક ૧૬૬

विद्याऽनासन्नसम्बन्धात्ताभि: पाठ्या न कापि नु:

व्रतोपवासै: कर्तव्यो मुहुर्देहदमस्तथा॥166॥

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઈ પણ વિદ્યા ન ભણવી. અને વ્રત-ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું. ॥166॥

And a widow should not study any skills from a man other than her close relative. And she should tranquil her physical desires through fasting etc.. || 166 ||