શ્લોક ૧૨૬

स्वशिष्यार्पितधान्यस्य कर्तव्यो विक्रयो न च ।

जीर्णं दत्वा नवीनं तु ग्राह्यं तन्नैष विक्रय:॥126॥

અને પોતાના જે શિષ્ય તેમણે, ધર્મ નિમિત્તે પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહિ; અને તે અન્ન જૂનું થાય તો, તે જૂનું કોઈકને દઈને નવું લેવું; અને એવી રીતે જે જૂનાનું નવું કરવું તે વેચ્યું ન કહેવાય. ॥126॥

And the grains which have been given by the devotees as a charity should not be sold; and if the grains have become old, they can be exchanged for the fresh stock; exchange of old grains for the sake of new grains is not considered as sales. || 126 ||