શ્લોક ૭૭

विष्णो: कथाया: श्रवणं वाचनं गुणकीर्तनम् ।

महापूजा मन्त्रजप: स्तोत्रपाठ: प्रदक्षिणा:॥77॥

અને તે વિશેષ નિયમ તે કિયા, તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. ॥77॥

And the special vows, like listening to the narratives of God, reading the narratives of God, singing and praising the virtues of God, worshipping God through bathing Him in 'Panchamrit', reciting the name of God and reading the 'Stotram' of God and worshipping God through 'Pradakshina' i.e. rotations around the idol, could be taken. || 77 ||