શ્લોક ૧૮૮

साधवो येऽथ तै: सर्वैर्नैष्ठिकब्रह्मचारिवत् ।

स्त्रीस्त्रैणसंङ् गादि वर्ज्यं जेतव्याश्चान्तरारय:॥188॥

હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ: અમારે આશ્રિત જે સર્વ સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે, સ્ત્રીઓનાં દર્શન-ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો; તથા સ્ત્રૈણ પુરુષનાં પ્રસંગાદિકનો ત્યાગ કરવો; અને અંત:શત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન આદિક - તેમને જીતવા. ॥188॥

Now, I explain the specific code of conduct for a saint. All My saints who have surrendered Me, should try to avoid the contact of a woman through sight, speech etc. just like staunch celibates; and they should try to avoid the contact of men, who are desirous of women's contact; and they should conquer the inner enemies like lust, anger, greed, ego etc. || 188 ||