૯. સ્તુતિ

જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે;

જેના રોમ સુછિદ્રમાં અણુસમા, બ્રહ્માંડ કોટિ ફરે.

માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞા ન લોપે ક્ષણ;

એવા અક્ષરધામના અધિપતિ, શ્રી સ્વામિનારાયણ.

આવી અક્ષરધામથી અવનીમાં, જે દેહધારી થયા;

આપ્યાં સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા.

કીધા ચારું ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી;

વંદુ મંગળ મૂર્તિ ઉર ધરી, સર્વોપરી શ્રીહરિ.

જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો, લૈ તીર્થમાંહી ફર્યા;

રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા.

મોટાં ધામ રચ્યાં રહ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી;

અન્તર્ધાન થયા લીલા હરિતણી, સંક્ષેપમાં ઉચ્ચરી.

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ।

ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ।।

ત્વમેવ વિદ્યા ચ દ્રવિણં ત્વમેવ ।

ત્વમેવ સર્વમ્‌ મમ દેવ દેવ ।।

નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા ।

સધર્મ ભક્તેરવનં વિધાતા ।।

દાતા સુખાનાં મનસેપ્સિતાનાં ।

તનોતુ કૃષ્ણોઙખિલ મંગલં નઃ ।।