શ્લોક ૬૫

प्रत्यहं कार्यमित्थं हि सर्वैरपि मदाश्रितै: ।

संस्कृतप्राकृतग्रन्थाभ्यासश्चापि यथामति॥65॥

અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું, અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ, તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. ॥65॥

And all My devotees should always follow the code of conduct as explained earlier. And they should study the scriptures written in Sanskrit and Prakrit as per one’s own capacity. || 65 ||