શ્લોક ૧૫૩
दुष्कालस्य रिपूणां वा नृपस्योपद्रवेण वा ।
लज्जाधनप्राणनाश: प्राप्त: स्याद्यत्र सर्वथा॥ 153॥
અને જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈક કઠણ - ભૂંડો કાળ, અથવા શત્રુ, અથવા રાજા-તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય, કે ધનનો નાશ થતો હોય, કે પોતાના પ્રાણનો નાશ થતો હોય; ॥153॥
And the place where one is staying, one is being disgraced or one’s wealth is being destroyed or one’s life is in danger due to disturbances of some severe or worst kind of calamity, some enemy or the king of the place. || 153 ||