શ્લોક ૧૬૩

विधवाभिस्तु योषाभि: सेव्य: पतिधिया हरि: ।

आज्ञायां पितृपुत्रादेर्वृत्यं स्वातन्त्र्यतो न तु॥163॥

હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ કહીએ છીએ: અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો, પતિબુદ્ધિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને સેવવા. અને પોતાના પિતાપુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિષે વર્તવું, પણ સ્વતંત્રપણે ન વર્તવું. ॥163॥

Now, I explain the specific code of conduct of a widow. The widows who are My devotees, should serve Shri Krishna Bhagwan in the form of husband and they should follow the instructions of their relatives like father, son etc. but should not behave independently. || 163 ||