શ્લોક ૧૫૨

प्रतिज्ञातं धनं देयं यत्स्यात्तत्कर्मकारिणे ।

न गोप्यमृणशुद्धयादि व्यवहार्यं न दुर्जनै:॥152॥

અને પોતાના કામકાજ કરવા તેડ્યા જે મજૂર, તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું; પણ તેમાંથી ઓછું ન આપવું. અને પોતા પાસે કોઈ કરજ માગતો હોય અને તે કરજ દઈ ચૂક્યા હોઈએ તે વાતને છાની ન રાખવી. તથા પોતાનો વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું. અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો. ॥152॥

And the labourers who have been hired to work, should be paid in terms of money or grains as promised earlier, but they should not be paid less; and one should not hide the details of payment of one’s debt to a person whom one owes money and one should not hide the details regarding one’s ancestors, 'Kanyadaan' etc.; and one should not deal with the people of evil nature. || 152 ||