શ્લોક ૬૧
सर्वैरशक्तौ वार्धक्याद्गरीयस्यापदाथवा ।
भक्ताय कृष्णमन्यस्मै दत्त्वा वृत्त्यं यथाबलम्॥61॥
અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે, વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપત્કાળે કરીને, અસમર્થપણું થઈ ગયે સતે, પોતે સેવવાનું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને, પોતે પોતાના સાર્મથ્ય પ્રમાણે વર્તવું. ॥61॥
And all My devotees, who are not able to serve their worshipping form of Shri Krishna due to old age or due to some emergency, should assign their services to other devotees and should serve as per their capacity. || 61 ||