શ્લોક ૧૯૨

अनर्ध्यं चित्रितं वास: कुसुम्भाद्यैश्च रञ्जितम् ।

न धार्यं च महावस्त्रं प्राप्तमन्येच्छयाऽपि तत्॥192॥

અને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય, તથા ચિત્રવિચિત્ર ભાત્યનું હોય, તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય, કે શાલ-દુશાલા હોય, ને તે જો બીજાની ઇચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ, તે વસ્ત્ર પોતે પહેરવું-ઓઢવું નહિ. ॥192॥

And they should not wear or wrap-around a cloth which is very expensive, having exotic prints, dyed in bright colours, or shawl, Dushala; evenif, it has been given by someone willfully (out of affection). || 192 ||