અમદાવાદ : ૨

નિત્ય, નિમિત્ત ને પ્રાકૃત પ્રલયમાં જીવ, ઈશ્વર ને પુરુષની ઉપાધિ લય પામે છે ને પાછી સૃષ્ટિ સમે વળગે છે પણ જ્ઞાન પ્રલયે કરીને માયિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ એટલે અમારા તેજરૂપ થઈને અમને ભજે તેને કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી અને તે જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે સ્વતંત્રપણે દેહ ધરે ને મૂકે એવો સમર્થ થાય. આ વાત અમારા એકાંતિક ભક્તને સમજાય છે. (૨૨૨)