સારંગપુર : ૩

પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજાનું સરખું ગૌરવ કહ્યું છે તે બે પ્રકારની પૂજા આત્મામાં મૂર્તિનો સાક્ષાત્કાર થાય તો પણ દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી કરવી. પ્રત્યક્ષ પૂજા ને માનસી પૂજા કરતા હોય તેમને અમારી પૂજા, સેવા, કથા, કીર્તનને વિષે શ્રદ્ધા ને અમારું અતિશય માહાત્મ્ય હોય તે પરમ ભાગવત છે. શ્રવણ, મનન, નિદિધ્યાસ ને સાક્ષાત્કારનાં લક્ષણ કહ્યાં છે. (૮૧)