ગઢડા મધ્ય : ૪

અમે પ્રત્યક્ષ હોઈએ ત્યારે અમે ભક્તિ રાખ્યે રાજી હોઈએ તો ભક્તિ રાખવી અને ધર્મ રાખ્યે રાજી હોઈએ તો ધર્મ રાખવો. અમે મનુષ્યરૂપે વિચરતા ન હોઈએ ને આપતકાળ પડે ત્યારે અમારું અખંડ ચિંતવન કરવું. તો મોક્ષના માર્ગમાંથી પડાય નહિ. અમારું સ્વામિનારાયણ એવું નામ એક વાર લીધું હોય તો સર્વ પાપ બળીને ભીષ્મ થઈ જાય એવું અતિશય માહાત્મ્ય જાણતો હોય તે એમ વિચારે જે હું કામાદિકમાં પ્રવર્તીશ તો મારે શ્રીજીમહારાજના ચિંતવનમાં વિક્ષેપ થશે અને તેથી એકાંતિક નહિ થવાય એમ ડરતો રહે તો તે ધર્મમાંથી પડે નહિ અને મોક્ષને પામે. અમારું માહાત્મ્ય ને શ્રદ્ધા એ બે હોય તો અમારું અખંડ ચિંતવન થાય ને વિષયમાં લેવાય નહિ ને જેટલો અમારો મહિમા જણાય તેટલો જ નિશ્ચય થાય છે. (૧૩૭)