ગઢડા પ્રથમ : ૩૪

સ્ત્રી પુરુષને તથા સ્ત્રીથી ઉપજેલી પ્રજાને પરસ્પર હેત થાય છે તે હેતરૂપી જ ભગવાનની માયા છે. જે અમારા સ્વરૂપથી એટલે અમારી મૂર્તિમાંથી જુદા પડે તે માયિક પદાર્થમાં તણાઈ જાય છે. ત્યાગીને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો અને ગૃહસ્થને પરસ્ત્રીનો ત્યાગ રાખવો તેમાં ફેર પડે તો કલેશ થાય છે અને અમારી આજ્ઞા પાળે તો સુખ થાય છે. વિમુખને કર્મ પ્રમાણે સુખ દુઃખ આવે છે.