પંચાળા : ૧
અમારે વિષે હેત ને ધર્મમાં નિષ્ઠા હોય તો પણ અમારા મહિમા રૂપી વિચારને ન પામ્યો હોય તો સારા ને ભૂંડા વિષય સરખા ન થાય. સારા વિષય ભૂંડાથી પણ ભૂંડા ન થાય. અમારા અંગનો એટલે અમારો પ્રકાશ તે જ અક્ષરબ્રહ્મ છે તથા અમારે રહ્યાનું ધામ છે. અમને સર્વકર્તા, સદા સાકાર, દિવ્ય મૂર્તિ જાણે ને સર્વના સુખથી અમારા સુખને અતિશય અધિક જાણે ને સર્વને સુખના દાતા જાણે તો અમારા સુખ વિના બીજા સર્વ સુખ અતિશય તુચ્છ થઈ જાય. આવો મહિમા ન જાણે તો રમણીક વિષયમાંથી વૃત્તિ માંડ માંડ ઊખડે અને આવો મહિમા સમજે તો વિષયની તુચ્છતા થઈ જાય. (૧૨૭)