પત્ર : ૧૭૯
બાવના ચંદનને નાગ વીંટાઈ રહે છે, પણ મોઢું અધ્ધર રાખે તેથી ઝેર ઊતરતું નથી, નહિ તો બાવના ચંદનમાં એવો ગુણ છે કે એ ચંદનથી ઝેર ઊતરી જાય. તે તો દૃષ્ટાંત. તેના સિદ્ધાંતમાં મૂર્તિરૂપે વર્તાય તેને મૂર્તિ વિના બીજું કાંઈ રહે જ નહિ. જેટલી વૃત્તિ અધ્ધર પધ્ધર રહે તેટલી ખામી ગણાય.