ગઢડા પ્રથમ : ૨૦
અંતરવૃત્તિએ કરીને પોતે પોતાને ન જાણે ને ન જુએ તેને અતિશય અજ્ઞાની કહ્યો છે. અમારો પ્રતાપ વિચારીને અંતર્દૃષ્ટિ કરે તે પોતાના સ્વરૂપને પ્રકાશમાન દેખે અને તેને મધ્યે અમને પ્રત્યક્ષ દેખે છે અને નારદ સનકાદિક જેવો એટલે અમારા સિદ્ધ મુક્ત જેવો સુખિયો થાય છે.