લોયા : ૮

જેને પોતાના અયોગ્ય સ્વભાવ ઉપર અભાવ હોય ને તે સ્વભાવ બીજા સંતને વિષે દેખીને તે સ્વભાવનો અભાવ આવે તે ડાહ્યો છે. જે પોતાના સ્વભાવને ટાળે નહિ ને બીજા સંતના સ્વભાવને દેખીને અવગુણ લે તે મૂર્ખ છે. યૌવન અવસ્થામાં આહાર ઓછો કરે તથા મોટા સાધુનો સમાગમ રાખે તો કામાદિક મંદ પડી જાય છે. વ્યસન કર્યાં થાય છે ને શ્રદ્ધાવાનથી ટળે છે. સારી નરસી પ્રકૃતિ સંગે કરીને તથા પૂર્વ કર્માનુસારે થાય છે. જે સ્વભાવ સંતને સંગે થોડા ઉપાયે ટળી જાય તે હમણાંનો જાણવો અને ઘણો દાખડે ટળે તે પૂર્વનો જાણવો. ઇંદ્રિયોની ચંચળતા ટાળ્યાના પૃથક્‌ પૃથક્‌ ઉપાય બતાવ્યા છે. જિહ્‌વા, ઇંદ્રિયોને જીતે સર્વે ઇંદ્રિયો જિતાય છે. સર્વે ઇંદ્રિયો ચંચળ થાય ત્યારે કામ વ્યાપ્યો જણાય. ચંચળને શાંત ને શાંતને ચંચળ થવાનો ઉપાય બતાવ્યો છે. પરોક્ષ આઠ શાસ્ત્રમાંથી જે પ્રકરણ પોતાના અંગમાં મળતું આવતું હોય તો તેનું જ ગ્રહણ કરવું. શ્રદ્ધાવાળો વૃદ્ધિ પામે છે. (૧૧૬)