પત્ર : ૧૪૬
માયા ઝેરનું ઝાડવું છે. તેનાં ફળ - ફૂલ - ડાળ - પાંખડા - રસ એ બધું ઝેર; અને ભગવાન ને મુક્ત અમૃતરૂપ, તેમનો જેટલો જોગ-સંબંધ તે બધું અમૃતમયઃ
‘‘અમૃતના સિંધુ ઊલટ્યા રે, રંગડાની વાળી છે રેલ,
પુરુષોત્તમ પ્રગટી રે.’’
‘‘કોઈ કહે હરિ હો ગયે, કોઈ કહે હોવનહાર;
મુક્ત કહે પ્રભુ પ્રગટ બિન, સબ ભટકત સંસાર.’’
આમ જેને સમજણ કે જ્ઞાન નથી તેનાથી કોઈને સમાસ ન થાય. આપણા ભાગ્ય તો બાપાશ્રી તથા સદગુરુ મળ્યા ત્યારથી ઉઘડ્યાં છે. એટલે કારણમૂર્તિ શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિનો દિવ્યભાવ સમજાણો.