પત્ર : ૧૮૨

સુખ ભોગવાય તેમ કરવું તે શું ? તો બહારવૃત્તિમાંથી અંતરદૃષ્ટિ કરવી. અંતરદૃષ્ટિ શું ? તો બહાર અથવા માહીં શ્રી ઘનશ્યામ સ્વરૂપ તેજના સમૂહમાં રહ્યા થકા અહીં દેખાય છે એવા ભાવથી પ્રગટ મૂર્તિનું અનુસંધાન રાખવું. એ કર્તા છે એમ કહીએ ને કર્તાપણું આપણું લાવીએ એવી ભૂલ ન થવા દેવી.