ગઢડા છેલ્લું : ૩૦

સર્વથી એટલે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ ને મૂળઅક્ષર તેથી પર અમારા તેજરૂપ અક્ષરધામ છે તેને મધ્યે અમે સદા સાકાર મૂર્તિ વિરાજમાન છીએ એવો નિશ્ચય કરીને અમારી ઉપાસના ભક્તિ કરે તે ભક્ત અમને ગમે છે, પણ કેવળ તેજની ઉપાસના કરે તે ગમે નહિ. તપ, વૈરાગ્યાદિક સાધન અમારી પ્રસન્નતાને અર્થે કરે તે ગમે. પાંચ વાતોનું નિરંતર અનુસંધાન રાખવાનું કહ્યું છે. (૨૬૪)