સારંગપુર : ૫
શ્રદ્ધા તથા અમારા ને સંતનાં વચનમાં વિશ્વાસ ને અમારે વિષે પ્રીતિ ને માહાત્મ્ય એ ચાર હોય તેની વાસના ટળી જાય છે. તેમાં એક માહાત્મ્ય અતિશય દૃઢ હોય તોપણ વાસના ટળી જાય છે ને કલ્યાણકારી ગુણ આવે છે. જીવ, ઈશ્વર, અક્ષરને પોતાનું અન્વય વ્યતિરેકપણું કહ્યું છે. અમે જેમ બદ્ધ ને મુક્ત જીવોને વિષે અંતર્યામીપણે રહ્યા છીએ તેમજ ઈશ્વર ને અક્ષરને વિષે રહ્યા છીએ. અમારું માહાત્મ્ય જાણીને મને સહિત જ્ઞાનઇંદ્રિયોએ કરીને દર્શન, સ્પર્શ, શ્રવણાદિક કરે તેને જ દર્શનાદિકનું સંપૂર્ણ ફળ થાય છે અને બીજાને બીજબળ થાય છે. (૮૩)