ગઢડા છેલ્લું : ૩૨
આહાર વિહાર યુક્ત કરે તો ઇંદ્રિયો જિતાય ને એવો થકો નવ પ્રકારની ભક્તિમાં પ્રીતિએ સહિત રુચિ રાખે તો સત્સંગમાં પાર પડે. સર્વેથી પર અમારા તેજરૂપ અક્ષરધામમાં અમે સદા સાકાર મૂર્તિ વિરાજમાન છીએ ને સર્વના કારણ ને સર્વના નિયંતા ને સર્વના અંતર્યામી ને દિવ્ય સુખમય મૂર્તિ છીએ, આવો અમારો મહિમા સમજીને અમારે વિષે પ્રીતિ કરે ને નવધા ભક્તિ કરે ને અમારી આજ્ઞામાં વર્તે તે અમારો સાચો ભક્ત છે. અમારા મહિમાનો ઓથ લઈને અમારી બાંધેલી મર્યાદાનો ભંગ કરે તે પાપી ને દુષ્ટ છે. (૨૬૬)