ગઢડા મધ્ય : ૫૪

જેવી દેહને વિષે આત્મબુદ્ધિ છે તથા સ્ત્રી પુત્રાદિકને વિષે પોતાપણાની બુદ્ધિ છે અને દેવની જે મૂર્તિઓ તેને વિષે જેવી પૂજ્યબુદ્ધિ છે કહેતાં દેવને ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, આરતી, થાળ, અનેક પ્રકારની પૂજા સેવા કરવામાં કોઈ પ્રકારે સંશય થતો નથી તેવી જ અભિજ્ઞજન કહેતાં ભગવાનની મૂર્તિના સાક્ષાત્કારવાળા સત્પુરુષને વિષે આત્મબુદ્ધિ તથા પોતાપણાની બુદ્ધિ તથા દેવતાબુદ્ધિ હોય અને તીર્થના જળને વિષે જેમ પવિત્ર કરવાપણાની બુદ્ધિ છે તેવી જ સત્પુરુષના પ્રસાદી જળને વિષે પવિત્ર કરવાપણાની બુદ્ધિ છે તેણે સર્વ સાધનથી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે અને એવી રીતે સત્પુરુષને વિષે બુદ્ધિ નથી તે ગો કહેતાં બળદ અને ખર કહેતાં ગધર્ભ તુલ્ય છે. (૧૮૭)