ગઢડા છેલ્લું : ૨૫

ભક્તિ આદિક ગુણે કરીને અમારી પ્રસન્નતારૂપ ફળને ઇચ્છવું અને શ્રદ્ધાએ કરીને થોડી સેવા કરે તો પણ અમે રાજી થઈએ છીએ. ગમે તેવું સુખદુઃખ આવી પડે તો પણ નિયમ ધર્મમાંથી મોળો પડે નહિ તે અમારો ખરો ભક્ત છે. રાજી-કુરાજી થવાના ગુણદોષ બતાવ્યા છે. માન, ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું એટલે જેને જેમ કહેવું ઘટે તેમ તેને કહેવામાં તેનાથી દબાઈને તેની મહોબતમાં લેવાવું તે તો અતિશય ભૂંડું છે તથા માંહોમાંહી બરોબરિયાપણું રહે તે પણ અતિશય ભૂંડું છે. (૨૫૯)