જેતલપુર : ૨
હનુમાનજી ને લક્ષ્મણજીને દૃષ્ટાંતે યતિનાં લક્ષણ કહ્યાં છે. બ્રહ્માનંદ સ્વામીની યતિપણાની પ્રશંસા કરી છે. જીવ હૃદયને વિષે રહ્યો થકો ઇંદ્રિયો, અંતઃકરણ દ્વારે વિષયનું ગ્રહણ કરે છે ને શરીરમાં વ્યાપી રહ્યો છે તે જીવને પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ શ્રીનરનારાયણ જે અમે તે અમારે પ્રતાપે કરીને તમે સારી પેઠે એટલે જેવો જાણવો જોઈએ તેવો બ્રહ્મરૂપ જાણ્યો છે. (૨૩૧)