વડતાલ : ૮

અમારો ભક્ત પ્રથમ અમારી મૂર્તિમાં વૃત્તિ રાખે ત્યારે પંચભૂતના આકારે તે વૃત્તિ ભાસે છે. પછી વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે શ્વેત તેજોમય થાય છે ને પછી અમારી મૂર્તિને આકારે થાય છે, એવી રીતે અમારે વિષે વૃત્તિ રાખતાં રાખતાં અમારે વિષે લીન થઈ જાય એટલે એક મૂર્તિ જ દેખાય, બીજું કાંઈ દેખાય નહિ ને યોગીની નિદ્રા છે. (૨૦૮)