સારંગપુર : ૪

પોતાના ચૈતન્યને ત્રણ દેહથી પૃથક્‌ માનીને અમારી મૂર્તિનું ચિંતવન કરે તે દૃઢ વિવેકી છે. દેહરૂપ માનીને એક ક્ષણ વાર સ્ત્રીનું ચિંતવન કરે તે ગોબરો છે. અત્યંત નિર્વાસનિક થાય ત્યારે જ અમારા ધામને પામે; નહિ તો ઈંદ્રથી લઈને પ્રધાનપુરુષ સુધી જે દેવતા તેના લોકને પામે. (૮૨)