સારંગપુર : ૭

મનોમયચક્ર તે મન છે. અને દસ ઇંદ્રિયો તે એની ધારા છે. તે ધારા એકાંતિક સંતના સમાગમથી બૂંઠી થાય છે. એવા સંત જ્યાં રહેતા હોય તે નૈમિશારણ્ય ક્ષેત્ર છે. ત્યાં કલ્યાણને ઇચ્છવું ને ત્યાં જ દૃઢ મન કરીને રહેવું. (૮૫)