ગઢડા પ્રથમ : ૬૮
અમારી પ્રતિમા તે અમે સાક્ષાત્ છીએ. માટે જે અમારી પ્રતિમાને સાક્ષાત્ ભગવાન જાણીને ન પૂજે ને અમારી પ્રતિમાની તથા સંતની મર્યાદા ન રાખે તેને અમારો નિશ્ચય નથી. પ્રતિમાની તથા સંતની મર્યાદા ન રાખે તેનું કલ્યાણ નહિ થાય. જેને અમારી પ્રતિમાને વિષે ને મુક્તને વિષે નાસ્તિકપણું આવે તેને પ્રત્યક્ષ એવા જે અમે તે અમારે વિષે ને અમારા ધામને વિષે પણ નાસ્તિકપણું આવશે. ને અમને કર્તા નહિ માને એવો પાકો નાસ્તિક થાશે. નાસ્તિકના ગ્રંથ સાંભળવાથી તથા તે ગ્રંથમાં પ્રતીતિ આવવાથી અથવા નાસ્તિકના સંગથી નાસ્તિક થાય છે. ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરનારા ગ્રંથ સાંભળે તો નાસ્તિકપણું જાય ને આસ્તિકપણું આવે.